અમેરિકામાં 20 જાન્યુઆરી 47માં પ્રેસિડન્ટ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહ પછી કેપિટોલ હિલથી વ્હાઇટ હાઉસ સુધીની ભવ્ય પરેડમાં ભાગ લેવા માટે ઇન્ડિયન અમેરિકન ઢોલ બેન્ડને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ આમંત્રણ અમેરિકામાં નાના, પરંતુ પ્રભાવશાળી વંશિય જૂથ માટે વધુ એક સીમાચિહ્ન છે.
ટેક્સાસ સ્થિત ‘શિવમ ઢોલ તાશા પાઠક’ બેન્ડ આ મહત્ત્વના સમારંભમાં વોશિંગ્ટન હૃદયમાં વિશ્વને ભારતની સમૃદ્ધ સંગીત પરંપરાઓની ઝલક આપશે.
મીડિયા રીલીઝમાં જણાવાયું હતું કે આ આમંત્રણ વિશ્વભરમાં ભારતીય સંસ્કૃતિની વધતી જતી ઓળખ તથા યુએસ અને ભારત વચ્ચેના ગાઢ સાંસ્કૃતિક સંબંધોની ઉજવણીનો પુરાવો છે. આ ઢોલ બેન્ડે અગાઉ હાઉડી મોદી ઇવેન્ટ, NBA અને NHL હાફટાઇમ શો અને ICC T20 વર્લ્ડ કપ ઓપનિંગ સેરેમની જેવી ઇવેન્ટ્સમાં પણ ઢોલ ત્રાસાને વિશ્વભરમાં પ્રખ્યાત બનાવ્યાં છે.